Friday, March 29, 2013

Grand Evening of Devotional Music Event

હરિઓમ મિત્રો,

આજે તમારી સમક્ષ એક ખુબ જ સરસ મજાની ખબર લઈને આવી છું . આપના બાપુ, આઈ અને દાદા આપણા  બધા માટે એક સુંદર મજાની સંધ્યા લાવી રહ્યા છે . એ છે ભક્તિમય સંગીત ની સંધ્યા . જેમાં ફક્ત હર્ષ, ઉલ્લાસ અને મસ્તી . પિપાસા ના સુંદર અભંગ, ભજનો, ગીતો અને બીજું બહુ બધું જેનો ખજાનો બાપુ, આઈ અને દાદા આપણા માટે ખુલ્લો મૂકી રહ્યા છે . આ માટેની બધી માહિતી સમયે સમયે ફેસબૂક  કે મારા બ્લોગ ઉપર હું મૂકતી રહીશ કારણકે આ માટેની સઘળી તૈયારી જોર શોર થી ચાલી રહી છે અને એ માટે 10,000 થી 15,000 લોકો સમાયી શકે એ પ્રમાણે સ્થળ નું આયોજન પણ ચાલી રહ્યું છે . આ માટેની વધુ માહિતી માટે જો તમે ફેસબુક પર હો કે મારા બ્લોગ પર, એ માટે ફેસેબૂક અને મારા બ્લોગ ની મુલાકાત અચૂક લેતા રેહજો . સમીરદાદા ના બ્લોગ પર જવાનું ચૂકતા નહિ કારણકે એમના બ્લોગ પર latest updates તમને મળતા રેહશે .
 
તારીખ:- 26.05.2013
વાર:- રવિવાર 
સમય:- 4.00 pm થી 9.30pm 
સ્થળ:- સમયસર જણાવામાં આવશે   

અત્યારે હું તમારી સમક્ષ થોડા ફોટોસ મૂકી રહી છું જેનો આપ આનંદ માણો . 







આ સંધ્યા ની મજા માણવાની જરા પણ ચૂકતા નહિ। હું જેવી કઈ નવી બાતમી મળે કે અહી પોસ્ટ કરતી રહીશ ત્યાં સુધી બધાને મારા ...

શ્રી રામ 
અંબજ્ઞ 

Tuesday, March 26, 2013

હોળી પર્વ - સાઈ નિવાસ

હરિઓમ મિત્રો,

આજે છે હોળી। હોળી એટલે અધર્મનો નાશ થઈને ધર્મ નો વિજય . હોલિકાની  જેમ ખરાબ વસ્તુનો અગ્નિ માં નાશ થઇ જાય છે અને સારી વસ્તુ નો ઉદ્ભવ થાય  છે . આજે હોળીના  પર્વ  પર દર  વર્ષની જેમ આ વર્ષે પણ  આપણા  લાડકવાયા બાપુએ સાઈ નિવાસ માં  એમના મંગલ ચરણો પાથરીને  બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે। હજારો ની સંખ્યા માં ભક્તો હોળી માતા અને  બાપુના દર્શન કરવા  આવે છે . આજે પણ ભક્તોની ભીડ જામી ગયી છે, જેની થોડીક ક્ષણો  પ્રસ્તુત કરું છું .







ફરી પાછા આપને ટૂંક સમય માં મળીશ એક  નવા વિષય સાથે ત્યાંસુધી ....

હરિઓમ 
શ્રી રામ 
અંબજ્ઞ 

Sunday, March 24, 2013

13

હરિઓમ મિત્રો, 

13  કલમી યોજના :-

બાપુએ આપણા  માટે સેવા અને ભક્તિ પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે અને આપણે એનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ એ બાપુએ ખુબ જ સરળ અને સુમેળ રીતે સંબંધ બાંધીને આપ્યો છે જેના લીધે  આ યુગમાં પણ આપણે બીજા માટે કઈક કરીએ જેમને આપણી જેમ જીવન જરૂરિયાત નું બધું મળી નથી રેહતું . બાપુએ આપના માટે 13 કલમો આવી બનાવી છે જેનાથી સમગ્ર લોકોને આપને ખૂબ જ સારી રીતે મદદ કરી શકીએ છીએ અને એમના માટે કઈક  કરીએ કે જેથી એમનો ઉદ્ધાર થાય . આ યોજના ની 13 કલમો નીચે છે . બાપુએ આ માહિતી આપણને 3 October , 2002 ના રોજ આપી હતી .

1. ચરખા યોજના 
2.બારા માસ પાણી શેતી ચારા  યોજના 
3.રદ્દી યોજના 
4.જુને તે સોને 
5.પ્રેમાચી ઉબ 
6.વિદ્યા પ્રકાશ યોજના 
7.સફાઈ (Cleanliness  Yojana ) યોજના 
8.અહિલ્યા સંઘ 
9.સત્યસ્મૃતી 
10. સામાન્ય જ્ઞાન બેંક 
12. The Institute of studies of five continents

13. The Disaster Management

આ સઘળી યોજના ની સવિસ્તૃત માહિતી માટે નીચે આપેલી સમીરદાદાના બ્લોગ ની link ને click  કરો અને બાપુના આ આટલા મોટા પ્રોજેક્ટ ની ઊંડાઈ જુઓ :-
http://aniruddhafriend-samirsinh.com/2012/12/31/1456/ 

હરિઓમ ..
અંબજ્ઞ ..

Friday, March 22, 2013

Institute of Geriatrics & Research Center

હરિઓમ મિત્રો,

ઘણા દિવસો પછી આજે એક તક મળી કે ફરી તમારી જોડે સંધી જોડું કઈક નવું લખીને। 

આજે હું તમારી જોડે  કઈક  એવું share  કરવા માંગું છું કે જે આપણા બાપુએ આપણા માટે ખૂલ્લું  મુકવાના છે। 

Institute of Geriatrics & Research Center – Dr. Aniruddha’s (Bapu’s) Vision

 બાપુ એ આપના માટે કેટલું વિચારે છે એ વસ્તુ ખરેખર સમજવા જેવી છે। રાત દિવસ બસ ફક્ત ને ફક્ત એમના ભક્તો માટે શું કરું શું કરું નો જ વિચાર કરતા હોય છે। સાચ્ચે જ, આપની જિંદગી માં જો બાપુ ના હોત તો આપનું શું થાત, વિચાર માત્ર થી પણ દર લાગે છે ને?? તો તમે વિચારી શકો છો કે બાપુ શા માટે આપણા માટે આ ઘોર કલિયુગ માં કઇક  ને કઈક કરતા રહે છે।  

"મારા બાપુ ધીમે ધીમે મારા માટે બધું જ ઠીક કરી રહ્યા છે".. આ મહાવાક્ય જે બાપુ એ આપણને  આપ્યું છે અણી એક એક પ્રતીચી આપણને આપતા આવ્યા છે, આપી રહ્યા છે અને  આપતા જ રેહશે। 

આપના ભારત દેશ માં ખૂબ જ વૃદ્ધ લોકો ની સંખ્યા વધતી જ રહી છે। એમની વધતી જતી ઉમર માં એમને થતી તકલીફો, એમને થતા પ્રશ્નો અને એમને થતા પ્રોબ્લેમ્સ ની કોઈ જ સીમા નથી।  માટે ને માટે જ આપના બાપુ એ વૃદ્ધ લોકો ને મદદ કરવા માટે એમના માટે "Special  Hospital" અર્થાત "Institute" ઉભું કરી રહ્યા છે।  જેની સવિસ્તૃત માહિતી તમને પૂજ્ય સમીરદાદાના બ્લોગ પરથી મળશે જેનું address હું અહી નીચે મુકું છું। આશા છે કે તમે બાપુ નું આ દુરાન્દેશીપણું નિહાળવાનો પ્રયત્ન માત્ર પણ કરશો તો તમને સમજાશે કે આપના બાપુ આપના માટે કેટલું બધું કરી રહ્યા છે।

Address : 

http://aniruddhafriend-samirsinh.com/2013/03/21/institute-of-geriatrics-research-centre-dr-aniruddha-bapu-vision/

 

હરિઓમ 

શ્રી રામ 

અંબજ્ઞ