અનુભવ કથન

!! હરિ ૐ !!
મેં જોયેલા બાપૂ
બાપૂ મારા મિત્ર, માર્ગદર્શક

- ડો. હેમંત વડિયાર
પરિચય
ઈ.સ.૧૯૮૫ની સાલમાં એમ.બી.બી.એસ. થયા. ઈ.સ.૧૯૯૦માં માસ્ટર્સ ઓફ સર્જરી(એમ.એસ.) ની ઉપાધી મળી. ઈંગલેન્ડના એડિનબર્ગની ’રોયલ કોલેજ ઓફ સાયન્સ’ દ્વાર ફેલોશિપ ઓફ દ રોયલ કોલેજ ઓફ  સર્જન્સની ઉપાધી મેળવી. હાલમાં ગ્લોબલ હોસ્પિટલમાં લિવ્હર ટ્રાન્સપ્લાન્ટ તેમજ લિવ્હર સર્જન તરીકે કાર્યરત છે.

અનુભવ
ન ૧૯૮૪માં હું ટોપીવાલા નેશનલ કોલેજમાં મેડિકલનાં અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો. હું અને મારા અમુક સહપાઠી મિત્રો એક એવા સિનિયર અને અનુભવી શિક્ષકની શોધમાં હતા જે અમને વૈયક્તિક રીતે જનરલ મેડિસીનનું શિક્ષણ આપે. એ દરમ્યાન અમારા એક ડો. મિત્ર ચન્દ્ર બથિજાએ અમને નાયર હોસ્પિટલના જનરલ મેડિસીનના એક લેક્ચરરનો પરિચય કરાવ્યો અને તેઓને પણ વિનંતી કરી કે અમારી માટે ખાસ ક્લાસ લે. તેઓએ આ વિનંતી માન્ય રાખી. તેઓ હતા ડોક્ટર અનિરુદ્ધ જોશી. તેઓ અમને દર શનિવારે બે કલાક ભણાવવા લાગ્યા. આ બાપૂ કે ’સર’ની સાથે અમારો પહેલો પરિચય.



ડો. હેંમત વાડીયારના પુત્રની જનોઈ પ્રસંગે બાપૂ


થોડાક જ મહિનામાં હું અને બાપૂ એકબીજાની ઘણા નજીક આવી ગયા. હું મેડિસીન ઉપરાંત પણ ઘણી બાબતોમાં તેઓની સલાહ લેવા લાગ્યો. થોડા મહિનાઓ બાદ બાપૂએ અમને તેમના લગ્નમાં આમંત્રિત કર્યા. હું પોતાની જાતને ખૂબજ ભાગ્યશાળી માનુ છુ કે હું તેમના લગ્નમાં શામિલ થયો. ત્યાં હું પહેલીવાર નંદાઈને મળ્યો. થોડા મહિના બાદ મેં એમ.બી.બી.એસ.ની ફાઈનલ પરિક્ષા આપી. પરિક્ષાના સમય દરમ્યાન બાપૂએ મારી ખૂબજ કાળજી લીધી જેથી મારા પરિણામમાં કોઈ કમી ન આવે. કારણકે હું એક મધ્યમવર્ગના પરિવારનો હતો જેની કોઈ મેડિકલ પાશ્વભૂમી ન હતી, ન આ ક્ષેત્રમાં મારા કોઈ ગોડફાધર હતા.

એમ કહેવુ યોગ્ય નહીં ગણાય કે હું બાપૂનો શિષ્ય બની ગયો અને એમની સલાહ લેવા લાગ્યો. ખરીવાત એમ હતી કે મેં જ્યારે એમ.બી.બી.એસ.ની ફાઈનલ પરિક્ષા કરી લીધી અને ઈંટર્નશિપ કરવા લાગ્યો ત્યારે બાપૂએ મને બોલાવીને પૂછ્યુકે મેં મારા ભવિષ્યનો શું વિચાર કર્યો છે અને હવે આગળ શું કરવાનો વિચાર છે. તેઓએ મને તેમના ચેમ્બુરના ઘરે બોલવ્યો અને ઘણા મહિનાઓ સુધી અમારી આ બાબતે અનેક વાર ચર્ચાઓ થતી રહી. હું તેમને હંમેશા કહેતો કે હું સર્જન બનવા માગુ છુ. પરંતુ તેઓ મને પૂછતા કે હું એમ.એસ.(માસ્ટર ઓફ સર્જરી) બનીને શું કરવા માગુ છુ. મેં આ બાબતનો ક્યારેય વિચાર કર્યો ન હતો. તેમણે મને સમજાવ્યોકે આ બધું પહેલાથી જ નક્કી હોવુ જોઈએ. મેં તેઓને જણાવ્યુ કે હું એમ.સી.એચ. કરીને પેડિયાટ્રીક સર્જન બનવા માગુ છુ. બાપૂએ મને ખૂબ જ પ્રેમથી સમજાવ્યો કે આ વિકલ્પ મારા માટે ઉચિત નથી. તેઓએ મને ગૈસ્ત્રોઈન્તેસ્તિનલ સર્જન બનવા માટે મનાવી લીધો. મે તેમની વાત માની અને ત્યારબાદ મેં ક્યારેય પાછળ વળીને જોયુ નથી. બાપૂએ તે વખતે એમ પણ કહ્યું હતુ કે મારે વિખ્યાત ગૈસ્ત્રોઈન્તેસ્તિનલ સર્જન અને નાયર હોસ્પિટલના હેડ ઓફ ડિપાર્ટમેંટ ઓફ સર્જરીના ડોક્ટર ડી.આર.ત્રિવેદીજી પાસે જ શિખવુ જોઈએ. 

મેં તેઓને કહ્યું કે હું સર્જરીમાં બીજા નંબર પર પાસ થયો છુ જ્યારે ડો. ત્રિવેદી માત્ર પહેલા નંબરે આવેલા વિદ્યાર્થીને જ શિખવે છે. બાપૂ બોલ્યા તારે આ બધી વાતોની ચિંતા કરવાની જરુર નથી. તારે ઈંટર્નશિપ દરમ્યાન તારુ ધ્યાન જી.આય સર્જન બનવા ઉપર જ કેન્દ્રિત કરવુ જોઈએ. ત્યારે હું તેઓની વાતનો મર્મ સમજી શક્યો ન હતો. પરંતુ જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનના એડમિશનનુ લિસ્ટ લાગ્યુ ત્યારે બધી વાત સાફ થઈ ગઈ. એ વર્ષે એમ.એસ.(જનરલ સર્જરી) માટેની સીટોની સંખ્યા વધારવામાં આવી હતી. જેના પરિણામ સ્વરુપ ડોક્ટર ત્રિવેદી એ વરસે એક ના બદલે બે વિદ્યાર્થીના મર્ગદર્શક (ગાઈડ) બન્યા જેમાનો હું એક હતો.

ત્યારથી બાપૂજી મારા અને મારા પરિવારના એક અભિન્ન અંગ બની ગયા હતા. મારા લગ્ન (બાપૂજી ની જ ક્રુપાથી) ૧૯૮૮ની સાલમાં નક્કી થયા અને મારી પત્ની શાંતલા પણ તેઓની ક્રુપાને પાત્ર બની. છેલ્લા થોડા વરસોથી અમને અનેક અનુભવ આવે છે. જેનું કારણ છે બાપૂજીનું અમારા જીવનમાં પ્રેમપૂર્ણ, ક્રુપાપૂર્ણ અસ્તિત્વ હોવુ. હું માત્ર થોડા જ ઉદાહરણ આપીશ નહિંતર મારો લેખ ખૂબ લાંબો થઈ જશે.

સન ૧૯૯૩માં મારી માતા ખૂબ બિમાર પડી ગયા હતા અને તેમને એક મોટુ ઓપરેશન કરવાનું આવ્યુ હતુ. બાપૂ એ સલાહ આપી કે તેમને દાદરના શ્રી નર્સિંગ હોમમાં દાખલ કરવા અને બ્રીચકેંડી હોસ્પીટલમાં ડો. વિક્રમ સંઘવી (જે ટાટા હોસ્પીટલાના વિખ્યાત સર્જન છે) પાસે ઓપરેશન કરાવવુ. એ સમયે મારી પત્ની શાંતલા ઈંગ્લેન્ડમાં રહેતી હતી અને હું મારી માતા સાથી અંધેરીમાં હતો. મારી માતાને ખૂબ જ પીડા થતી હતી અને તેઓ સહેલાઈથી કંઈ જ ખાઈ શકતા ન હતા. તેઓએ ખૂબ જ નરમ ખાવાનું ખાવુ પડતુ હતુ. નંદાઈ જાતે મારી માતા માટે ખાવાનુ બનાવતા હતા અને બાપૂ દરરોજ જાતે તેમની માટે ટીફીન લઈને આવતા હતા. તેઓ મારી માતા પાસે બેસતા અને તેને આશ્વાસન આપતા કે બધુ ઠીક થઈ જશે. અમે જાણતા હતા કે બીમારી ખૂબ વધી ગઈ છે અને માતાની બચવાની સંભાવના ૫૦% જેટલી જ છે. પરંતુ આજે બાપૂની ક્રુપાથી ઓપરેશનને ૧૭ વરસ વીતી ચુક્યા છે અને મારી માતા આજે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બાપૂની ઈશ્વરીય ક્રુપા સિવાય બીજુ શું હોઈ શકે?

શુક્ર્વાર, તારીખ ૧૨ માર્ચ, ૧૯૯૩. બધા જાણે છે કે આ દિવસે દક્ષિણ અને મધ્ય મુંબઈમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા. હું બે દિવસ પછી ઉચ્ચ શિક્ષણ માટે જર્મની જવાનો હતો. મારા વીસા અને ટીકીટ લેવા માટે હું દક્ષિણ મુંબઈમાં આવેલી એર ઈંડિયાની ઓફીસમાં ગયો હતો. ત્યાં જતા પહેલા સવારે બાપૂજીના દાદર સ્થિત ક્લીનીક (દેવ નર્સિંગ હોમ) માં જઈને તેમના આશિર્વાદ લીધા હતા. સવારથી અનેકવાર મારી એર ઈંડિયાની બીલ્ડીંગમાં અવરજવર ચાલુ હતી. બપોરે મારા એક મિત્ર સાથે ત્યાંની બીજા માળે આવેલી કેન્ટીનમાં જમ્યો પણ હતો. ત્યાંથી બપોરે લગભગ ૧.૩૦વાગે ૩૦૦૦/-નો સ્કોલરશિપનો ચેક લેવા માટે હું ફ્લોરા ફાઉન્ટનમાં આવેલી પારસી પંચાયતની ઓફીસે ગયો. ત્યાંથી હું ફરી એર ઈંડિયાની ઓફીસે આવવાનો હતો. પણ ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં લંચ ટાઈમ ચાલતો હોવાથી મારે ૨૦ મિનિટ ત્યાં રોકાવુ પડ્યુ. હું ત્યાંથી લગભગ ૨.૦૦ વાગે ટેક્સી પકડીને એર ઈંડિયાની ઓફીસ પાસે પહોંચ્યો. હું બિલ્ડીંગથી માત્ર ૫૦૦ મિટરના અંતરે હતો અને એક મોટો ધમાકો સંભળાયો. મેં જોયુ તો એર ઈંડિયાની બિલ્ડીંગમાંથી ધુમાડો નિકળતો હતો. બોમ્બસ્ફોટે બિલ્ડીંગના પહેલા ત્રણ માળને તહેસનહેસ કરી નાખ્યાં હતા. તેમાં બીજા માળની કેન્ટીન પણ સામેલ હતી જ્યાં હું બપોરે મારા મિત્ર સાથે જમ્યો હતો. આ બધુ જોઈને મારા તો રૂવાંડા ઉભા થઈ ગયા. જો પેલી ઓફીસમાં લંચ ટાઈમ ન હોત તો મારે રોકાવુ ન પડત અને હું બોમ્બ વિસ્ફોટ વખતે એર ઈંડિયાની ઓફીસમાં જ હોત.

હું બાપૂજી ની સલાહ પ્રમાણે સન ૧૯૯૫માં ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેંડ ગયો. એમણે કહ્યું હતું કે તેઓ જ્યારે બોલાવે ત્યારે મારે ભારત પાછા ફરવું. ૨૦૦૬ની સાલમાં તેઓએ અમને કહ્યું કે અમારે ૨૦૦૭ના નવેમ્બર સુધીમાં ભારત પાછા ફરવુ જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ પણ તાકીદ કરી કે અમારે યુ.કે. માં કોઈપણ સંપત્તિ છોડીને આવવાની નથી. ભારત ફરતા પહેલા બધુ વેંચીને જ આવવાનું છે. તેઓએ ખાસ તાકીદ કરી હતી કે જો અમે કહેલા સમય સુધીમાં પાછા ન ફરી શક્યા તો પરિસ્થિતિ એ હદે બદલાઈ જશે કે પછી ગમે તેટલા પ્રયાસો છતાં અમારે પાછા ફરવાનું અશક્ય નહીં તો પણ મુશ્કેલ જરુર થઈ જશે. તેમની સુચના અનુસાર અમે અમારુ ઘર, કાર વગેરે વેંચીને મે ૨૦૦૭ સુધીમાં ભારત પાછા ફર્યા. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૦૭માં યુ.કે.માં સબ-પ્રાઈમના આઘાતને કારણે હાઉસીંગ માર્કેટ જે રીતે નીચે આવ્યુ કે હજી સુધી તેમાંથી બહાર નથી નીકળી શક્યું. હું યુ.કે.માં એવા ઘણા લોકોને ઓળખુ છુ જેઓ પોતાના ઘરને સૌથી ઓછી કીંમતમાં કાઢી નાખવા માગતા હોવા છતાં હજીસુધી નથી વેંચી શક્યા. આ એક મોટુ ઉદાહરણ છે કે ભલે આપણે વિશ્વના કોઈપણ ખૂણે કેમ ન હોઈએ, બાપૂ આપણને કદી નથી ભૂલતા.

અહીં અમારે ઘણા કામ કરવાના હતા, જેમકે સ્કૂલમાં છોકરાઓના એડમિશન, અમારા બંને માટે નોકરી વગેરે. પરંતુ બાપૂએ અમને આશ્વાસન આપ્યુકે બધુ ઠીક થઈ જશે. હવે અમને પાછા ફર્યાને ચાર વરસ વીતી ચૂક્યા છે. અને બાપૂજીને ક્રુપાથી જેમ એમણે કહ્યું હતું અમે અહીં સારી રીતે સેટલ થઈ ગયા છીએ.

થોડા મહિના પહેલા મારે એક ઓપરેશન કરાવવાનું આવ્યુ. ઓપરેશન પછી મને ખૂબ જ ઈન્ફેક્શન થઈ ગયુ જે મારા આખા શરીરમાં ફેલાઈ ગયુ. હું ખૂબ સિરીયસ થઈ ગયો. પરંતુ બાપૂની જ ક્રુપા કે હું એમાંથી સંપૂર્ણ સારો થઈને થોડાજ દિવસમાં ઘરે આવ્યો. તો પછી બાપૂ મારા માટે કોણ છે ? છેલ્લા ૨૭ વરસોમાં તેઓ મારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક, આધ્યાત્મિક ગુરુ અને મેંટર છે. આજે અમારી પાસે જે કંઈ છે એ માત્ર અને માત્ર બાપૂજીના ક્રુપાઆશિર્વાદનું જ ફળ છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમે તેઓના આશિર્વાદને પાત્ર થયા છીએ. હું પૂરા અંત:કરણથી પ્રાર્થના કરુ છુ કે માત્ર આ જ જનમમાં નહીં પરંતુ દરેક જનમમાં બાપૂજ અમારા જીવનનું અવિભાજ્ય અંગ બને.
                                                               
તુ મેરા મિત્ર બાપૂ, તુમ હી ગુરુ મેરે
તેરે પ્રેમ સે છલકેં નૈન મેરે
તેરી ક્રુપાસે ભરા જીવન મેરા
દુ:ખોકો નહીં હૈ સ્થાન જહાં !
બાપૂ મેરા મિત્ર, માર્ગદર્શક ભી હૈ
તૂ સર્વસાક્ષી, સર્વેશ, સ્વામી ભી હૈ
નિભાયા હૈ સદા મેરા સાથ તૂ ને
ક્યોં ન કહૂં ગર્વ સે યહ બાત મૈં
બાપૂ તેરા સાથ જબસે મિલા હૈ મુજકો
નહીં છૂ પાયા ક્લેશ મેરે જીવન કો
હાથ મેરા થામે તેરા રાહ દિખાના
હુઆ મેરે જીવનકા અનમોલ ખજાના
!! હરિ ૐ !!  
                                                                                                                                                                - ડો. હેમંત વડિયાર

સોલિડ ડૉજો

|| હરિ ૐ ||

મેડિકલ ક્ષેત્રના લોકો અને અનેક પેશંટો આજે પણ ડૉ.અનિરુદ્ધ જોશીનો એક યશસ્વી ડૉક્ટર તરીકે આદર કરે છે. બાપૂએ બતાવેલા ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલતા તેમના અનુયાયીઓ તેમને સદ્‌ગુરૂ માને છે. અમૂક તેમને સમાજ્ને દિશા દેખાડતા એક વૈચારિક ક્રિયાશીલ વ્યક્તિ માને છે. અમૂકને તેઓ સામાજીક પરિવર્તન લાવતા મહાન સમાજસુધારક લાગે છે. પ્રાચિન ભારતીય વિદ્યાનું સંવર્ધન કરનારા યોદ્ધા તરીકે પણ તેમની ખ્યાતિ છે. ઘણાના મતે તે આંતરાષ્ટ્રિય ઉથલપાતલનું અચૂક વિશ્લેશણ કરી ત્રીજા મહાયુદ્ધનો વેધ લેનારા છે. આવી અનેક ઓળખ અને જનસમાજની આકાંક્ષાના કેન્દ્ર એટલે ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશી અર્થાત્‌ અનિરુદ્ધ બાપૂ. આ કારણસર જ દૈનિક પ્રત્યક્ષના નવા વર્ષના વિશેષાંકનો ૧ જાન્યુઆરી ૨૦૧૨ અને ૧ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયેલા દૈનિકનો વિષય હતો ”મેં જોયેલા બાપૂ”. ડૉ. અનિરુદ્ધના ’ચતુરસ્ત્ર’ (બહુરંગી) વ્યક્તિત્વનો પરિચય કરાવતી લેખમાળા શરૂ કરીએ છીએ.


મેં જોયેલા બાપૂ

સોલિડ ડૉજો

- મહેશ અટાળે
મહેશ અટાળે
 * પરિચય *  
બાળભટ્ટ દેવધરે શરૂ કરેલા ’કોંડભટ્ટનાના અખાડા’ મલ્લખાંબ અખાડા સાથે સંલગ્ન પ્રાચ્યવિદ્યા પારંગત ડૉ.રાજારામ અટાળેના સુપુત્ર. મહેશ અટાળેએ મલ્લખાંબનું શિક્ષણ પોતાના પિતા પાસેથી જ લીધૂં. ભારતમાં મલ્લખાંબના બી રોપવામાં મુંબઈમાં દાદરમાં આવેલ સમર્થ વ્યાયામ મંદિરનું મોટું યોગદાન છે. મહેશ અટાળેએ આ સમર્થ વ્યાયામ મંદિરમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી. સમર્થ વ્યાયામ મંદિરની સાથે સાથે વિજયનગર વ્યાયામ મંદિર અને પાર્લેશ્વર વ્યાયામ મંદિરમાં પ્રશિક્ષણ આપનાર મહેશ અટાળે રાષ્ટ્રીય મલ્લખાંબ નિયમાવલી તૈયાર કરનારા પાંચ જણની સમિતીના એક સભ્ય. મહારાષ્ટ્ર અને મુંબઈ સંઘટનના અધિકારી તરીકે કામ કરનાર મહેશ અટાળેએ મલ્લ્ખાંબનો પરિચય કરાવવા ’આર્ટ ઑફ મલ્લ્ખાંબ’, ’દોરી મલ્લખાંબ’અને ગુરૂ-શિષ્ય પરંપરા ઉદ્દત કરનાર ’મલ્લ્ખાંબનું વટવ્રુક્ષ’ વગેરે પુસ્તકો લખ્યા છે.

જનમ જનમ કા નાતા હૈ તેરા મેરા
યાદ રહા પ્રભૂ તુમકો, મૈં ભૂલા બિસરા

આ પંક્તિનો વ્યક્તિગતરીતે લીધેલો અનુભવ :
૧૯૯૪-૯૫ની આ વાત છે. એ સમયે હું ફૂલ ટાઈમ મલ્લખાંબ કાર્યકર્તા, પ્રશિક્ષક હતો. રાજ્ય અને રાષ્ટીય સ્તરે કાર્યરત હતો. આ કામસર જ્યારે પણ સમય મળે ત્યારે શિવાજી પાર્કમાં આવેલ સમર્થ વ્યાયામમંદિરમાં જતો હતો. તે વખતે સમર્થ વ્યાયામમંદિરના કાર્યવાહક અને ’રાષ્ટીય મલ્લખાંબ સંઘટન’ના સચિવ શ્રી ઉદય દેશપાંડેસર પાસેથી ખબર પડી કે દાદરના જ કોઇ એક ડૉકટરે સાધના કરવા અને વ્યાયામનો અભ્યાસ કરવા વ્યાયામશાળાનું સભાગહ આખા વર્ષ દરરોજ બે કલાક માટે ભાડે લીધું છે અને તે એકલા જ આવીને વ્યાયામ સાધના કરે છે. ખરેખર તો તે વખતે ’જીમ’માં જવાનો ઘણો ક્રેઝ હતો. આમ હોવા છતાં ’સમર્થ’ જેવા માત્ર ભારતીય વ્યાયામ સાધનો ધરાવતા વ્યાયામશાળાનું ભાડું ભરીને કોઇ ડૉકટર માત્ર પોતે વ્યાયમ કરે છે! આ થોડું નાવાઇ પમાડે તેવું હતું. એટલામાં એક દિવસ સમર્થના પ્રમુખ પ્રશિક્ષક શ્રી શ્રેયસ મ્હસેકરે મને કહ્યું, "ચાલ, એક સોલિડ માસ સાથે તારી ઓળખાણ કરાવું." એમ કહી તેમણે સમર્થ વ્યાયામ મંદિરમાં બેઠેલા ડૉ.અનિરુદ્ધ જોશી સાથે મારી ઓળખાણ કરાવી.

બાપૂ એક પ્રભાવશાળી વ્યકિત્વ, એમાં પણ ડૉકટર ઉપરાંત ભારતીય વ્યાયામ સાધના કરનારા એટલે તરત જ આત્મીયતા બંધાઇ ગઈ. તેમની સાથે વાતચીતની શરૂઆત થઇ કે તેમનો અભ્યાસ, તેમની વિદ્વત્તા અને તેમની સમજાવવાની શૈલી, આ બધાના કારણે એમના પ્રત્યેની આત્મીયતા એક પ્રકારની આંતરિક ખેંચાણમાં બદલાઇ ગઈ. આ એક જ મુલાકાતમાં અમારી પાસે આવનાર, અમારી સાથે ચર્ચા કરનાર, માર્ગદર્શન કરનાર, અમે પોતાનો હક્ક જતાવી શકીએ એવા એક ડૉકટર મળ્યા. મેં જ તેમનું નામ પ્રેમથી  ડૉ. જોશી એટલે "ડૉજો" રાખ્યું, માત્ર અમારા ગ્રુપમાં વાતચીત કરવા માટે.

આ પછી ચાર-પાંચ મહિના સુધી અમે તેમને ખૂબ હેરાન કર્યા. હેરાનગતિ એટલે અમે તેમને અનેક ચિત્ર-વિચિત્ર પ્રશ્નો પૂછતા અને તે કંટાળ્યા વગર વિસ્તારપૂર્વક તેનો જવાબ આપતા. ખરેખર તો એ પ્રશ્નો એટલા વિચિત્ર હતા કે આજે જયારે એ વિચારું છું ત્યારે મને શરમ આવે છે. ઉદા. તરીકે, "તાવ આવે ત્યારે ’પેરાસિટામોલ’ લેવાથી તાવ ઉતરી જાય, એટલે સમજો કે અતિશય વ્યાયામથી જો તાવ આવ્યો હોય અને ’પેરાસિટામોલ’ લઇને  તાવ ઉતરી જાય અને પાછો વ્યાયામ કરીએ તો સારું કે ખરાબ? આવા વાહિયાત પ્રશ્નોનો પણ ડૉજોએ વ્યવસ્થિત ઉત્તર આપી અમારું શંકાસમાધાન કર્યું અને સમજાવ્યું કે આવી શંકાઓ વારંવાર ન થવી જોઇએ.

છ મહિના સુધીમાં તો ડૉજોના અનેક અનુભવ મળ્યા અને પ્રત્યેક અનુભવ અલગ-અલગ છે અને એમાં કંઇક અલગ જ અને ખાસ તો અમૂક સમય પછી પોતાને વિચારતા કરી મૂકે એવો અનુભવ. જેવો બન્યો તેવો જ કહેવાનો પ્રયત્ન કરું છું.

ડૉજો સમર્થ વ્યાયામ મંદિરમાં રોજ ૧૧:૦૦ - ૧૧:૧૫ વાગે આવતા. અમારી સાથે અડધો-પોણો કલાક ગપ્પા મારી ૧૨:૦૦ વાગે ’સમર્થ’ના હૉલમાં જતા અને હૉલનું બારણું બંધ કરી દેતા અને બરાબર બે કલાક પછી બારણું ઉઘાડતા. ૫/૧૦ મિનિટ ગપ્પા મારી ચાલતા ’કિર્તી’ કોલેજ પાસે આવેલ ’ઋગવેદ’માં આવેલ તેમના ઘરે જતા.

તે સમર્થ વ્યાયામમંદિરમાં આવે ત્યારે હાથમાં ચાવીઓના ગુચ્છા સાથે લગાડેલી ચેન હલાવતા આવે. અમે ૨-૩ જણ અત્યંત આતુરતાથી ’સમર્થ’ના પગથીયે તેમની વાટ જોતા બેસીએ. ડોકટરના આવવાના સમય પહેલાં જ અમે બે-ત્રણ જણ અમારા કામ પતાવી ડોકટર આવે એ રસ્તે જોયા કરતાં.

એક દિવસ એમનો આવવાનો સમય થઇ ગયો પણ તે આવ્યા નહીં. તે આવવાના ન હોય તો અગાઉથી જણાવતા કે ફોન તો કરતા જ. પણ તે દિવસે ડોજોએ કશું જ કહ્યું ન હતું. ૧૨:૦૦-૧૨:૧૫ વાગ્યા સુધી એમની વાટ જોઇ. છેવટે અમે કંટાળ્યા. લાગ્યું કે તે હવે નહીં આવે. એમ ધારી અમે પગથીયા ઉતરવા લાગ્યા. તેટલામાં મને ડૉજો દૂરથી આવતા દેખાયા. તે વખતે તેમનામાં રોજના જેવો જોશ-સ્ફૂર્તિ ન હતા. હાથમાંની ચેન નહતા ફેરવતા. તેમણે પોતાના જમણા હાથની કોણીને ડાબા હાથ વડે સપોર્ટ આપી રાખેલો. આ સિવાય તેમનો જમણો ગાલ સૂજી ગયેલો દેખાતો હતો. મને ચિંતા થઇ, આગળ જઇ તેમને પૂછ્યું, "ડોકટર, કયાંક પડી ગયા કે? એકસિડંટ?" ત્યારે એકદમ હળવા અવાજમાં એમણે કહ્યું, "ના રે, હું નથી પડી ગયો પણ એક છોકરો ચોથા માળેથી નીચે પડ્યો, તેને ઝીલી લીધો, એટલે ખભે થોડો ઝટકો બેઠો છે અને મોઢા પર થોડું વાગ્યું  છે. એટલે દેશપાંડે સરને કહેવા આવ્યો છું કે હું બે દિવસ અભ્યાસ માટે નહીં આવું. હવે હું આવતા અઠવાડીયે આવીશ." મેં તેમને પૂછ્યું, ’તમને કેટલું વાગ્યું છે? ફ્રેક્ચર-ડિસ્લોકેશન જેવું કંઇ નથીને!’ ત્યારે તેમણે સ્મિત સાથે કહ્યું, ’એકદમ થોડું વાગ્યું છે. બે દિવસ આરામ કરીશ એટલે સારું થઇ જશે." વળીપાછું મેં તેમને ગાંડાની જેમ પૂછ્યું, ’પેલા છોકરાને કેટલું વાગ્યું છે?’ ત્યારે પણ તેમણે હસીને કહ્યું, "કંઈ જ વાગ્યું નથી તેને. મેં તેને ઉપર જ ઝીલી લીધો હતો." આથી થેંક ગોડ, ટેક કેઅર... કહી અમે નીક્ળ્યા. (ક્દાચ એટલે જ આજે પણ તેઓ મારી બધી જ સંભાળ લે છે) તે વખતે હું અને મારો મિત્ર સુનિલ એમ બે જ જણ હતા.

તે સમયે મારા કેટલાક વિદ્યાર્થી મલ્લખાંબમાં રાષ્ટ્ર્રીય સ્તરે ચમકતા હતા. હું થોડોધણો પણ પ્રસિદ્ધ મલ્લખાંબ પ્રશિક્ષક અને તે પણ રાષ્ટ્રીય અતરે હોવાના કારણે મને મારી આવડત અને જ્ઞાનનો ઘણો ગર્વ હતો. મલ્લખાંબમાં ખેલાડી ૯-૧૦ ફૂટની ઊંચાઇથી નીચે પડે છે. તે કઇ રીતે નીચે પડશે તેનો અંદાજ પ્રશિક્ષકને હોય છે, તેથી તે ખેલાડીની સંભાળ લેવી અને તે જ્યારે નીચે પડે ત્યારે તેને વધારે ઇજા ન થાય તેની દરકાર પણ પ્રશિક્ષક લેતો હોય છે. દોરી-મલ્લખાંબની બાબતમાં તો ખેલાડી હજુ વધારે ઊંચાઇ એટલે કે ૧૫-૧૭ ફૂટની ઊંચાઇએથી નીચે પડતો હોય છે. માત્ર નિષ્ણાત પ્રશિક્ષક જ તે ખેલાડીને ઓછામાં ઓછો ઝટકો બેસે અને ઓછામાં ઓછું વાગે તે માટે તેને ઉપર જ ઝીલવાનો પ્રયત્ન કરતો હોય છે. હું રાષ્ટ્રીય ખેલાડીઓને  શીખવાડતો હતો અને સેંકડો ખેલાડીઓને શીખવાડી ચૂક્યો હતો. તેને કારણે મને મારી ઝીલવાની આવડત પર અભિમાન હતું, ગર્વ હતો. આ ગર્વના નશામાં જ મેં મારી સાથે ચાલતા મારા મિત્રને કહ્યું, આ ડોકટર નક્કી જ ફેંક મારે છે, કેમકે છેક ચોથા માળેથી પડતો છોકરો કંઇ કહીને નીચે પડે નહીં. તે અચાનક જ પડે, અને બરાબર તે જ વખતે આ ડોકટર નીચેથી પસાર થતા હશે. રસ્તે ચાલનાર માણસ તો સામે જોઇને કે નીચું જોઇને ચાલે. એટલે છોકરો ઉપરથી પડે છે એ તેમને કેવી રીતે ખબર પડે? કાં તો સમજો કે આ છોકરો પડી રહ્યો છે અને આ ડોકટરની નજર એ વખતે ઉપર જ હોય એટલે આ પડતા છોકરાને જોઇ ડોકટર દોડી ગયા હોય તો પણ ચોથો માળ એટલે ચાળીસ ફૂટ ઊંચેથી પડતો છોકરો ગમે તે રીતે નીચે પડી શકે છે અને તે વખતે આ છોકરાને ઝીલવો તે અશક્ય વાત છે. આ ડોકટર કંઇપણ ગપગોળા હાંકે છે.

કાલાંતરે જ્યારે બાપૂનું રૂપ સમજાયું, પંચશીલ પરીક્ષાના કારણે શ્રી સાઈ સત્તચરિત્રનું વાંચન થયું અને તેમાં સાઈબાબા લોહારણના છોકરાને કેવી રીતે બચાવે છે, તે કથા વાંચી ત્યારે મારી આંખ ખૂલી ગઇ. ડોકટરના આ અનુભવની સત્યતા સમજાઇ. 
બીજો પ્રસંગ મારો વ્યક્તિગત છે. અંધેરીમાં વિજયનગર સોસાયટીમાં અમારી નાની અને જૂની એક વ્યાયામશાળા હતી. અમારી પોતાની શાળા હોવાના કારણે એના ઘણાખરા કામ અમે જાતે જ કરતા. રવિવારની સવાર મોટેભાગે બધું વ્યવસ્થિત મૂકવામાં જ જતી. એમાં પણ હનુમાન જયંતિના પહેલા ૨-૩ રવિવાર નાના નાના કામમાં જ જાય. આવા જ એક રવિવારે, સવારે હું ફોટો ફ્રેમ ઠીક કરતો હતો. ૩૦-૪૦ વર્ષ પહેલાની ગણપતિની એક ખૂબ જૂની ફ્રેમ હતી. જીર્ણ થઇ જવાના કારણે એનો ફોટો ફાટી ગયો હતો. આ જૂની ફ્રેમોમાં કાચ નીકળી ન જાય તે માટે કાચ અંદરથી લગાડી તેની પાછળ પૂંઠૂં લગાડવામાં આવતું.  ગણપતિની આ ફ્રેમ અનેકવાર દૂરસ્ત કરવાના કારણે તેની પર એકની ઉપર એક એમ અનેક ટેપ ચીટકાડેલી હતી. અને આટલા વર્ષોમાં એ એકબીજા સાથે સજ્જડ ચીપકી ગઇ હતી. ગણપતિનો ફાટેલો ફોટો બદલવો હોય તો આ બધી ટેપ કાઢી પૂંઠૂં બહાર કાઢ્યા વગર છૂટકો નહતો. બહુવાર  પ્રયત્ન કરવા છતાં ટેપ નીકળતી નહતી. એટલે હું બાજુમાં જ રહેલું, એક કાટ લાગેલું લીધું અને ટેપ્સ કાપવા લાગ્યો. ટેપના સાત-આંઠ સ્તર થઇ ગયા હતા એટલે તે ટેપ કપાતી નહતી. છેવટે બધી તાકાત વાપરી ટેપ કાપવા બ્લેડ પર જોર કર્યું. આમ વધારે પડતું જોર કરતા મારો હાથ ત્યાંથી સરક્યો અને મારા ડાબા હાથની બે આંગળી વચ્ચે કાટ લાગેલું બ્લેડ ઘુસી ગયું. લોહીની ધાર વહેવા લાગી. પણ તેને મેં દબાવી રાખી તેની પર હળદર લગાડી પટ્ટી લગાડી. દિવસ ચઢતાં હું અમારા ફેમિલી ડોકટર પાસે  ડ્રેસિંગ માટે ગયો. તે વખતે મને ખબર પડી કે બ્લેડનો ઘા તો છેક હાડકા સુધી છે. મહિનાભરના દવા-ઉપચાર પછી લાગેલો ઘા સારો થઇ ગયો પણ એક નવી જ તકલીફ શરૂ થઇ.મારા જખમથી મારી આંગળીની ટોચ સુધીનો ભાગ સુન્ન થવા લાગ્યો. ધીરે ધીરે સુન્નતા વધતા આખી આંગળી જ સુન્ન થઇ ગઇ. આંગળીનું સેન્સેશન જ જતું રહ્યું. ફેમિલી ડોકટરે ન્યુરોલોજીસ્ટને બતાવવા કહ્યું. આથી અમારી પાસે જ આવેલ ’જીવન વિકાસ કેન્દ્ર’ નામની  એક સેવાભાવી સંસ્થાના એક જાણીતા ન્યુરોસર્જનને બતાવ્યું. તેમણે બધી તપાસ કર્યા પછી મને કહ્યું કે મારી આંગળીનો એક ભાગ તો એમ્પ્યુટ કરાવવો પડશે, નહીંતર આ ગેંગરીનની જેમ વધતું જશે. તારી નસ (નર્વ્હ) તૂટી ગઇ છે. એટલે સર્જરી સિવાય બીજો કોઇ ઉપાય નથી.

આ બન્યું ત્યાંસુધી હું ડોજોના પરેલાના ક્લિનિકમાં કદી ગયો નહતો. હવે તો શરીરનો જ એક ભાગ કપાવવાનો વખત આવ્યો એટલે સીધો પરેલનો રસ્તો પકડ્યો અને સવારે જ ક્લિનીકમાં ગયો. પરેલના ક્લિનીકમાં ગરીબ પેશંટોની કાયમ ગરદી રહેતી. પેશંટને તપાસી લે કે ડોકટર પોતે પેશંટ જોડે બહાર આવતા. રાહ જોતા પેશંટ પર એક નજર નાખતા અને થોડી પૂછપરછ કરી આગળના પેશંટ સાથે અંદર જતા. ત્યારે મને જોઇ, "કેમ ! આજે અહિં ક્યાંથી?" એમ પ્રેમથી પૂછ્યું. મારી આંગળી માટે આવ્યો છું એમ કહેતાં, તેમણે મને કહ્યું, "તું ઉભો રહે, તને છેલ્લે જોઉં છું." અડધો-પોણો કલાક પછી મારો નંબર આવ્યો. હું અંદર જતાં જ તેમણે પૂછપરછ શરૂ કરી. મેં બધી હકિકત કહેતાં, ડોકટરે તેમના ખિસ્સામાંથી પેન જેવી વસ્તુ (ઇન્સ્ટ્રુમેન્ટ) કાઢ્યું. આ પ્રસંગના પહેલા અને પછી ક્યારેય મેં તેમના ખિસ્સામાં પેન જોઇ નથી. તે પેન તેમણે મારી આંગળીએ લગાડી અને કંઇક જોયું અને કહ્યું, "આંગળી કપાવવાની જરૂર જ નથી." પણ હું વળીપાછો ગાંડાની જેમ તેમને કહેતો હતો કે, પેલી હોસ્પીટલના ડોકટરે મારી નર્વ્હ તૂટી ગઇ છે એમ કીધું છે. આ સાંભળી ડોજોએ કહ્યું, "નર્વ્હ નહીં પણ નર્વ્હશીથ એટલે કવર તૂટી ગયું છે. આંગળી કપાવવાની જરૂર જ નથી. હું દવા આપું છું તેનાથી મહિનામાં સારું લાગશે." આમ કહી તેમને પોતે બનાવેલી દવા મને આપી.  આ તપાસ વખતે જ મારો જખમ પૂર્ણ ભરાઇ ગયો હતો અને ફક્ત એક વ્રણ રહ્યું હતું, જે આજે પણ છે. એક મહિનાની દવામાં આંગળીનું સેન્સેશન પાછું આવી ગયું હતું અને આજ સુધી આ બાબાતની કોઇ તકલીફ મને પછી થઇ નથી.

ત્યાંસુધી ડોજો મારા મિત્ર અને માર્ગદર્શક હતા પણ આ પ્રસંગ પછી તે સંપૂર્ણરીતે મારા આધારસ્તંભ જ બન્યા. આગળ જતા ૧૯૯૯૭ની શરૂઆતમાં અનિરૂદ્ધ વિશેષાંક નજરે પડ્યો અને આવી અનેક ઘટનાઓને એક અલગ જ અર્થ પ્રાપ્ત થયો. તેના પછીના ગુરૂવારે ’સમર્થ’ના હૉલમાં પ્રવચન સાંભળવા ગયો. ત્યારે ૨૦-૨૫ માણસો હતા. બાપૂ આવ્યા. તેમનું પ્રવચન થયું અને પછી તેમના ચરણે માથું ટેકવ્યું ત્યારે ખરેખર હું મારો ન રહ્યો અને કાયમનો તેમનો જ બન્યો.

મને અને મારી પત્ની સૌ.રેણુકાને, "તે અમારી સાથે હશે જ" આવું સુસ્પષ્ટ વચન આપનાર આ પ્રેમળ પિતા, મારા મોટા ભાઇ કૈ.સુધીરને  થયેલા કેન્સરમાં, છેક છેલ્લી ક્ષણોમાં પણ, કોઇપણ જાતની યાતના ન થવા દેતા મારા આ સદ્‌ગુરૂ. મારો મોટો દિકરો ચિ.ઓમકાર, જન્મના એક વર્ષ થયાં છતાં પલ્ટી નહતો ખાઇ શકતો (પડખે નહ્તો ફરી શકતો). એટલે તેના મગજના ઓપરેશનની નોબત આવી હતી પણ આ નાનકડા બાળકને માત્ર એક મહિનાની દવામાં દોડવા જેવો બનાવી દેનાર મારા આ લાડકા બાપૂ અને મારા નાના છોકરા ચિ.નચિકેતના જન્મ સમયે સૌ.રેણુકાની ગર્ભ-થેલી કાગળ જેવી પાતળી થઇ ગઇ, તેમ છતાં, બંનેને કોઇપણ જાતની તકલીફ ન થવા દેતાં નવજીવન બક્ષનાર મારા આ બાપૂ...

મારા પ્રત્યેક સુખ દુ:ખમાં કાયમ મારી સાથે રહેતા મારા આ મિત્ર, સખા, ડૉજો, બાપૂ અમારા દરેક જન્મમાં કાયમ અમારી સાથે રહે, એ જ બાપૂ ચરણે પ્રાર્થના.


! હરિ ૐ !


- મહેશ અટાળે

મૂળ લેખ - 

No comments:

Post a Comment