Friday, April 26, 2013

બાપુ - સાંગલી યાત્રા 2013

હરિ ૐ મિત્રો, 

"આપણા બાપુ આપણા માટે ધીમે ધીમે બધું વ્યવસ્થિત કરી રહ્યા છે ."

ખરેખર આ વાક્યની સાક્ષી બાપુ ડગલે ને પગલે પૂરતા જ રહે છે . ભક્તના માટે બાપુ ગમે ત્યાંથી દોડીને એના માટે ઊભા રહે છે . 

"એક વિશ્વાસ એવો પૂરતો, કર્તા હર્તા ગુરુ એવા "

જો મનમાં ખરી શ્રદ્ધા અને સબુરી હોય અને પ્રભુના પથ પર ચાલતા હોઉં તો જિંદગીમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિનો દર નથી લાગતો . બાપુ હમેશા કહે છે કે ભક્ત એવો હોય જે પ્રભુમાં તલ્લીન હોય અને પ્રભુનું જ ગુણસંકીર્તન અવિરત કાર્ય કરતો હોય। જેને પોતાનું સંપૂર્ણ જીવન પ્રભુના ચરણોમાં સંપૂર્ણ શારણ્યભાવે અર્પિત કરી દે . જે પ્રભુની ઈચ્છાને પોતાની ઈચ્છા માને અને પ્રભુના બતાવેલા સુંદર માર્ગ પર વૃદ્ધિ કરતો રહે . હનુમાનજી હમેશા સાચા ભક્તની સાથે ને સાથે રહે છે . ભગવાન શ્રી રામ પણ હનુમાનજી વગર અપૂર્ણ છે તેમ ભક્ત અને ભગવન પણ એકબીજા વગર અધૂરા છે .

આપણા લાડકવાયા બાપુ એમના શ્રદ્ધાવાન મિત્રો અને ભક્તોને માટે ખાસ સાંગલી જી રહ્યા છે .ભક્તોના પ્રેમની કોઈ સીમા નથી . ગાંડાતૂર તૈયારીઓ ચાલી રહી છે . કેટલાય મહિનાઓથી તનતોડ મહેનત કરીને સર્વ શ્રદ્ધાવાન મિત્રો એમના પ્યારા બાપુ માટે રાત દિવસ એક કરીને એમની આગતા સ્વાગતા કરવા માટે ઉમટી પડ્યા છે . ખરેખર ભક્ત હોય તો આવા જે પરસેવો પાડીને પોતાના પ્રિય ભગવાન માટે જે બને તે કરી છૂટવા તૈયાર થઇ જાય .

પરમ પૂજ્ય બાપુના સાંગલી મુલાકાતના કાર્યક્રમની રૂપરેખા હું નીચે મુકું છું :-
1. 27 એપ્રિલ, 2013- સવારે હેપ્પી હોમ થી પ્રસ્થાન 

2.  સાંજે સાંગલી મુકામે આગમન અને બાપુના શ્રદ્ધાવાન મિત્રો કરશે બાપુનું ભવ્ય સ્વાગત

3. 28 એપ્રિલ, 2013- સાંજે 5.00 વાગ્યે ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટેડીયમ . પ્રવચન અને સત્સંગ કાર્યક્રમ અને ત્યાર બાદ આરતી અને બાપુના ભવ્ય દર્શન 

4. 29 એપ્રિલ, 2013- સાંજે સત્સંગ જેમાં બાપુ પોતે પણ ભાગ લેશે સાથે સાથે સ્વયંસેવકો પણ .

5. 30 એપ્રિલ, 2013- શ્રી ક્ષેત્ર શ્રી રેવાન્સિદ્ધ માટે પ્રસ્થાન . બાપુ VITA ની પણ મુલાકાત લેશે જીલ્લો- સાંગલી " Adarsh Institute of Technology and research center " VITA, Sangli ખાસ નિમંત્રણ M .L .A  સદાશીવભાઉ  અને કોર્પોરેટર  શ્રી વૈભવ પાટીલ તરફથી .

6. 1 મે , 2013- સદ્ગુરુ સ્વામી નારાયણ આનંદતીર્થ  સેવા ટ્રસ્ટ , ઔદુંબર , જીલ્લો- સાંગલી - ખાસ નિમંત્રણ શ્રી વેંકટરામન શાસ્ત્રી તરફથી .

તો ચાલો આપણે બધા આ સોનેરી તકનો લાભ લિયે અને ચાલો બધા સાંગલી જઈએ ...


આ કાર્યક્રમની થોડી થોડી સોનેરી ક્ષણો તમારી સમક્ષ પ્રસ્તુત કરતી રહીશ ...

શ્રી રામ 
                                              અંબજ્ઞ  

Thursday, April 25, 2013

હનુમાન પૌર્ણિમા

હરિ ૐ મિત્રો, 

ચૈત્ર  પૂનમ એટલે હનુમાન પૌર્ણિમા .

શુભંકરા નવરાત્રની સમાપ્તિ એટલે હનુમાન જયંતી .

આ દિવસે શુભ તત્વોનું વર્ધન એટલે કે વૃદ્ધિ થાય છે .  આ દિવસે જ શ્રી હનુમાનજીને સીતામાતાના દર્શન થયેલા .  તે દિવસે જ માતા સીતાએ શ્રી હનુમાનને "પુત્ર" અને "તાત" એટલે કે "પિતા" સંબોધીને તેમનો સ્વીકાર કરેલો . આજ દિવસે શ્રી હનુમાનજીએ રાવણને સર્વ પ્રથમ જોયેલો અને તેની લંકાનું દહન કરીને અશુભ તત્વોના નાશ કરવાની શરૂઆત કરેલી . આજ દિવસે સીતામાતાને હનુમાનજીના ભવ્ય દિવ્ય સ્વરૂપના દર્શન થયેલા .  રાવણને મળતા પહેલા હનુમાનજીની પ્રથમ મુલાકાત માતા જાનકી જોડે થઇ હતી અને ત્યારે જ સીતામાતાએ હનુમાનજીને "અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા" અને "અજર અમર ગુણ નિધિ સુત હો હું" નું બીરૂદ આપેલું . આવા હનુમાનજીનું વર્ણન શું કરું ? હનુમંત એટલે સૌથી લોકપ્રિય એવા ભગવાન, એવા દેવ . જે જન્મથીજ સૂર્યદેવને સૌરક્ષણ માટે તત્પર રહેતા, જે રામેશ્વર થી લંકા સુધીનું અંતર એક ઉડી લગાવી કરી શકનાર, દ્રોણાગીરી જેવા વિશાળ પર્વતને પણ એક પલકમાં જ ઉપાડી શકનાર, રામાયણનું સૌન્દર્ય એટલે સુંદરકાંડ . 

 હનુમાન એટલે  ભક્તને ભગવાન પાસે લઇ જનારો અને ભગવાનને ભક્ત પાસે લઇ આવનારો એકમાત્ર સુંદર પથ . રામભક્તિ કેવી રીતે કરવી એ હનુમાનજી પાસેથી શીખવું જોઈએ . વિભીષણને ગુરૂઉપદેશ આપનાર એટલે હનુમંત .સાડા સતીની બધાનું એકમાત્ર નિવારણ એટલે હનુમાન ભક્તિ .

જે કોઈ પણ આ હનુમાન જયંતી ના દિવસે હનુમાન ચાલીસાનું પઠણ કરે, ભીમરૂપી મહારુદ્રા શ્લોક નું પઠણ કરે , શ્રી પંચમુખ હનુમત કવચનું પઠણ કરે, ૐ શ્રી રામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ નો જાપ કરે, સુંદરકાંડનું પઠણ કરે અથવા હનુમાનજીનું ગુણસંકીર્તન  કરે તો એના દુઃખ, દર્દ અને બાધાનું નિવારણ જાનકી માતાના આપેલા વચન પ્રમાણે સ્વયં જાનકીમાતા જ કરે છે .

આપણા લાડકવાયા બાપુ હમેશા કહે છે કે હનુમાનજી આપણા સર્વના માટે પિતાતુલ્ય છે . જેમને ભગવાન શ્રી રામ, જાનકીમૈયા અને લક્ષમણ પોતે પિતા, ગુરુ અને સખા માનતા એવા હનુમાનજીને આપણા  કોટી કોટી વંદન અને એક જ પ્રાર્થના કે તમારી જેમ અમને પણ પ્રભુસેવામાં હમેશા ઓતપ્રોત રાખજો અને પ્રભુની નિકટ હમેશા રાખજો .

શ્રી રામ 
અંબજ્ઞ
  

Monday, April 15, 2013

શુભંકરા નવરાત્ર


હરિ ૐ મિત્રો,

"શુભંકરા નવરાત્ર" એટલે ચૈત્ર શુક્લ પ્રતિપદા (ગુડીપડવા) થી હનુમાન પૂર્ણિમા સુધીનો સમય જે ખુબ જ પવિત્ર કહેવાય છે . આ વર્ષે ૧૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ દરમ્યાન આપણે આ નવરાત્રનો  લાભ લઈ શકીશું. શુભંકરા નવરાત્ર માં બને તેટલું શુભંકરા સ્તોત્ર અને અશુભનાશીની સ્તોત્રનું પઠન કરવું જોઈએ . શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંમાં શ્રીઆદિમાતા મહિષાસુરમર્દિનીના ખુબ સુંદર એવા ભવ્ય અને દિવ્ય તોડા (ભવ્ય મણીભદ્ર કંકણ) નું ભારે હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી  સ્વાગત કરવામાં આવે છે . પ્રત્યેક શ્રદ્ધાવાન આ દિવ્ય તોડાનાં દર્શનનો લાભ લઈ શકે છે. આ પવિત્ર નવરાત્ર દરમ્યાન આપણે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંનાં દર્શન કરીને પવિત્ર સ્પદંન અને આદિમાતા ચંડિકાના દર્શન નો અનેરો લાભ લઇ શકીએ છીએ.



આ દિવસોમાં બાપુએ કહ્યું છે કે સર્વ શ્રદ્ધાવાન ભક્તોએ શ્રી માતૃવાત્સલ્ય વિંદાનમનું પારાયણ આ નવરાત્રના પહેલા દિન થી શરુ કરીને છેલ્લા નવમાં દિવસ સુધીમાં પૂર્ણ કરવાનું હોય છે જેનું ખુબ જ મહત્વ છે અને દસમાં દિને એનું ઉદ્યાપન કરવાનું હોય છે . આપણી  લાડકવાયી નંદાઈ અને બાપુના ઘરના તમામ  સભ્યો એનું પારાયણ કરે છે. દર વર્ષે નંદાઈ વહેલી સવારે પારાયણ ની શરૂઆત કરે છે જેની થોડી ઝાંખી અહી પ્રસ્તુત કરું છું .



 





શ્રી રામ 
અંબજ્ઞ  

રામ નવમી

હરિઓમ મિત્રો,

"રામ" એટલે

રામ નવમી  એટલે ભગવાન રામ નો જન્મદિન . રામનો અર્થ ખુશી, આનંદ, સહ્ક્રિયા અને રામ નો અર્થ પ્રતિબંધ તથા રામ નો અર્થ આદર્શ વ્યક્તિ પણ થાય છે . 
Shree Ram Navmi Annual Events 

આપણાં બાપુને ત્યાં દર વર્ષે રામ નવમી નો ઉત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવાય છે . આ વર્ષે પણ 19 એપ્રિલ , 2013, શુક્રવારના રોજ બરાબર બપોરે બાર વાગ્યે (12:00pm ) શ્રી હરિ ગુરુગ્રામમાં બાપુની  હાજરીમાં  ભગવાન શ્રી રામ નો જન્મ થશે . ભગવાન શ્રી રામના જન્મ વખતે  લુલ્લાબી (પાલના ) ગાવામાં આવે છે . આ પાલના નો ફોટો હું નીચે મુકું છું જેથી આપ સૌ પણ એનો લાભ લઇ શકો . પુરુષો પણ આ પાલના ગાઈ શકે છે . 

જો આ પાલના તમે હૃદયના ઊંડાણથી ખરા વિશ્વાસ અને પ્રેમની સાથે  ગાશો તો તમને ચોક્કસ જ આંખમાં પાણી આવી જશે, એટલું સરસ મજાનું આ પાલના  છે .

રામ નવમીના દિવસે આપણે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિ નું આયોજન થાય છે . જે નીચે મુજબ છે .
1. શ્રી સાઈરામ સહસ્ત્ર યજ્ઞ 
2. શ્રી રામવરદાયીની  મહિષાસૂરમર્દિની પૂજન 
3. રામજન્મ 
  


  
  



4. શ્રી સાઈ સતપૂજન 
5. શ્રી સાઈનાથ મહિમ્નાભીષેક 
6. તળી ભરણ 


7. અખંડ જાપ 
8. શ્રી સાઈ સત્ચરિત્ર અધ્યયન કક્ષ 
9. શ્રી અનિરુદ્ધ હાંડી પ્રસાદ (સ્વયં બાપુ બનાવવા આવે છે)



પાલના :-
 II  શ્રી રામ  II 
II  અંબજ્ઞ II 

Friday, April 5, 2013

ન્હાઉં તુજ્હિયા પ્રેમે

હરિઓમ મિત્રો,



આખરે અંતિમ ઘડી આવી જ ગઈ . અગાઉ મેં તમને કહ્યું હતું કે જ 26 મેં, 2013 ના રોજ જે ભવ્ય પ્રોગ્રામ "ન્હાઉં તુજ્હિયા પ્રેમે " થવાનો છે તેનું સ્થળ હવે માલૂમ પડી ગયું છે .

સ્થળ:- 
ડૉ . ડી વાય પાટીલ સ્ટેડીયમ , નેરુળ , નવી મુંબઈ .

ટીકીટ અને પાસીસ તમને 11 અપ્રિલ, 2013 ગુડી પાડવા ના રોજ હેપ્પી હોમ થી મળવાના ચાલુ થશે . આ ઉપરાંત, તમે શ્રી હરી ગુરુ ગ્રામ પરથી પણ ખરીદી શકો છો . 

જલ્દી કરો ......
આ તક નો લાભ લેવાનું ચૂકતા નહિ .....

ટીકીટના ભાવ નીચે મુજબ છે:-
Rs. 150/-
Rs. 250/-
Rs. 500/- ની 5000 ટીકીટો અત્યારે available છે .

જયારે 
Rs. 750/-, 4000/-, 2500/- and 5000/- ની limited ટીકીટો available છે .


II  હરિઓમ શ્રી રામ અમ્બજ્ઞ II 

Tuesday, April 2, 2013

રક્તદાન શિબિર





 આપણે શા માટે ""  રક્ત "   આપવું જોઈએ?
રક્તદાન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આપણું શરીર મહદઅંશે 4.5-5 લીટર રક્ત હોય છે  જેમાંથી આપણે ફક્ત 300 ml જ રક્ત આપવાનું છે . લોહી આપ્યા બાદ તરત જ આપણું  શરીર 2-3 કલાકમાં નવા BLOOD CELLS નું નિર્માણ કરે છે જેના લીધે આપણા શરીરના રક્ત નું પણ શુદ્ધિકરણ થાય  છે . માટે જ રક્ત આપવાથી આપણા શરીર ની રોગપ્રતીકારક શક્તિ અને શરીર નું સ્વાસ્થ્ય પણ સુધરે છે .

 મુંબઈ શહેર ની વાર્ષિક રકતની જરૂરિયાત 2.5-3 લાખ બોટલ્સ  છે . માટે જ આપણે જો રક્ત આપશું તો આપણે પણ થોડી માનવતા દાખવશું .

તમારું કીમતી રક્ત કોઈક ની જીંદગી બચાવી શકે છે .
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને કહેતા બહુ આનંદ થાય છે કે આપણી સંસ્થા સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના  ટ્રસ્ટ એક " MEGA BLOOD DONATION CAMP " 14 એપ્રિલ, 2013  ના રોજ યોજી રહી રહી છે . તમારો સંગાથ અને સહકાર ની સંસ્થા ને ખૂબ જ જરૂર છે . તો ચાલો અને આ ભવ્ય માનવતા ની સેવા નો લાભ લો અને દરેક વ્યક્તિ ની જિંદગી બચાવાનો એક નાનકડો પ્રયાસ કરીએ .


  સમય : 9:00 am to 6:00 pm
રક્તદાન માટેની ન્યુનતમ શારીરિક ક્ષમતા :
--------------------------
-----------------------------

* ઉમર : 18yrs to 60yrs (પુરુષ / સ્ત્રી)
* વજન : Minimum 45 kg


રક્તદાતા એ કોઈ પણ પ્રકાર ની દવા atleast 24 કલાક પેહલા થી લેવાની નથી .

  સ્થળ :
 શ્રી હરીગુરુ ગ્રામ, ન્યુ ઈંગ્લીશ હાઈ સ્કૂલ , બાંદ્રા (પૂર્વ) .

ચાલો ત્યાંરે આપણે બધા ભેગા મળીને મિત્રો સાથે થયીને એક ટીપું રક્ત આપવાનો આ નાનકડો પ્રયાસ કરીએ કારણ કે આ આપણા સર્વ ના વતી આપણા બાપુરાયા માટે એક નાનકડી ભેટ થશે .
આ તક નો લાભ લેવાનું ચૂકતા નહિ . 


II જય જય અનિરુદ્ધ હરી II  

II  શ્રી રામ II 
II અંબજ્ઞ II 

Friday, March 29, 2013

Grand Evening of Devotional Music Event

હરિઓમ મિત્રો,

આજે તમારી સમક્ષ એક ખુબ જ સરસ મજાની ખબર લઈને આવી છું . આપના બાપુ, આઈ અને દાદા આપણા  બધા માટે એક સુંદર મજાની સંધ્યા લાવી રહ્યા છે . એ છે ભક્તિમય સંગીત ની સંધ્યા . જેમાં ફક્ત હર્ષ, ઉલ્લાસ અને મસ્તી . પિપાસા ના સુંદર અભંગ, ભજનો, ગીતો અને બીજું બહુ બધું જેનો ખજાનો બાપુ, આઈ અને દાદા આપણા માટે ખુલ્લો મૂકી રહ્યા છે . આ માટેની બધી માહિતી સમયે સમયે ફેસબૂક  કે મારા બ્લોગ ઉપર હું મૂકતી રહીશ કારણકે આ માટેની સઘળી તૈયારી જોર શોર થી ચાલી રહી છે અને એ માટે 10,000 થી 15,000 લોકો સમાયી શકે એ પ્રમાણે સ્થળ નું આયોજન પણ ચાલી રહ્યું છે . આ માટેની વધુ માહિતી માટે જો તમે ફેસબુક પર હો કે મારા બ્લોગ પર, એ માટે ફેસેબૂક અને મારા બ્લોગ ની મુલાકાત અચૂક લેતા રેહજો . સમીરદાદા ના બ્લોગ પર જવાનું ચૂકતા નહિ કારણકે એમના બ્લોગ પર latest updates તમને મળતા રેહશે .
 
તારીખ:- 26.05.2013
વાર:- રવિવાર 
સમય:- 4.00 pm થી 9.30pm 
સ્થળ:- સમયસર જણાવામાં આવશે   

અત્યારે હું તમારી સમક્ષ થોડા ફોટોસ મૂકી રહી છું જેનો આપ આનંદ માણો . 







આ સંધ્યા ની મજા માણવાની જરા પણ ચૂકતા નહિ। હું જેવી કઈ નવી બાતમી મળે કે અહી પોસ્ટ કરતી રહીશ ત્યાં સુધી બધાને મારા ...

શ્રી રામ 
અંબજ્ઞ