"શુભંકરા નવરાત્ર" એટલે ચૈત્ર શુક્લ પ્રતિપદા (ગુડીપડવા) થી હનુમાન પૂર્ણિમા સુધીનો સમય જે ખુબ જ પવિત્ર કહેવાય છે . આ વર્ષે ૧૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ દરમ્યાન આપણે આ નવરાત્રનો લાભ લઈ શકીશું. શુભંકરા નવરાત્ર માં બને તેટલું શુભંકરા સ્તોત્ર અને અશુભનાશીની સ્તોત્રનું પઠન કરવું જોઈએ . શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંમાં શ્રીઆદિમાતા મહિષાસુરમર્દિનીના ખુબ સુંદર એવા ભવ્ય અને દિવ્ય તોડા (ભવ્ય મણીભદ્ર કંકણ) નું ભારે હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે . પ્રત્યેક શ્રદ્ધાવાન આ દિવ્ય તોડાનાં દર્શનનો લાભ લઈ શકે છે. આ પવિત્ર નવરાત્ર દરમ્યાન આપણે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંનાં દર્શન કરીને પવિત્ર સ્પદંન અને આદિમાતા ચંડિકાના દર્શન નો અનેરો લાભ લઇ શકીએ છીએ.
આ દિવસોમાં બાપુએ કહ્યું છે કે સર્વ શ્રદ્ધાવાન ભક્તોએ શ્રી માતૃવાત્સલ્ય વિંદાનમનું પારાયણ આ નવરાત્રના પહેલા દિન થી શરુ કરીને છેલ્લા નવમાં દિવસ સુધીમાં પૂર્ણ કરવાનું હોય છે જેનું ખુબ જ મહત્વ છે અને દસમાં દિને એનું ઉદ્યાપન કરવાનું હોય છે . આપણી લાડકવાયી નંદાઈ અને બાપુના ઘરના તમામ સભ્યો એનું પારાયણ કરે છે. દર વર્ષે નંદાઈ વહેલી સવારે પારાયણ ની શરૂઆત કરે છે જેની થોડી ઝાંખી અહી પ્રસ્તુત કરું છું .
શ્રી રામ
અંબજ્ઞ




No comments:
Post a Comment