હરિ ૐ મિત્રો,
ચૈત્ર પૂનમ એટલે હનુમાન પૌર્ણિમા .
શુભંકરા નવરાત્રની સમાપ્તિ એટલે હનુમાન જયંતી .
આ દિવસે શુભ તત્વોનું વર્ધન એટલે કે વૃદ્ધિ થાય છે . આ દિવસે જ શ્રી હનુમાનજીને સીતામાતાના દર્શન થયેલા . તે દિવસે જ માતા સીતાએ શ્રી હનુમાનને "પુત્ર" અને "તાત" એટલે કે "પિતા" સંબોધીને તેમનો સ્વીકાર કરેલો . આજ દિવસે શ્રી હનુમાનજીએ રાવણને સર્વ પ્રથમ જોયેલો અને તેની લંકાનું દહન કરીને અશુભ તત્વોના નાશ કરવાની શરૂઆત કરેલી . આજ દિવસે સીતામાતાને હનુમાનજીના ભવ્ય દિવ્ય સ્વરૂપના દર્શન થયેલા . રાવણને મળતા પહેલા હનુમાનજીની પ્રથમ મુલાકાત માતા જાનકી જોડે થઇ હતી અને ત્યારે જ સીતામાતાએ હનુમાનજીને "અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા" અને "અજર અમર ગુણ નિધિ સુત હો હું" નું બીરૂદ આપેલું . આવા હનુમાનજીનું વર્ણન શું કરું ? હનુમંત એટલે સૌથી લોકપ્રિય એવા ભગવાન, એવા દેવ . જે જન્મથીજ સૂર્યદેવને સૌરક્ષણ માટે તત્પર રહેતા, જે રામેશ્વર થી લંકા સુધીનું અંતર એક ઉડી લગાવી કરી શકનાર, દ્રોણાગીરી જેવા વિશાળ પર્વતને પણ એક પલકમાં જ ઉપાડી શકનાર, રામાયણનું સૌન્દર્ય એટલે સુંદરકાંડ .
હનુમાન એટલે ભક્તને ભગવાન પાસે લઇ જનારો અને ભગવાનને ભક્ત પાસે લઇ આવનારો એકમાત્ર સુંદર પથ . રામભક્તિ કેવી રીતે કરવી એ હનુમાનજી પાસેથી શીખવું જોઈએ . વિભીષણને ગુરૂઉપદેશ આપનાર એટલે હનુમંત .સાડા સતીની બધાનું એકમાત્ર નિવારણ એટલે હનુમાન ભક્તિ .
જે કોઈ પણ આ હનુમાન જયંતી ના દિવસે હનુમાન ચાલીસાનું પઠણ કરે, ભીમરૂપી મહારુદ્રા શ્લોક નું પઠણ કરે , શ્રી પંચમુખ હનુમત કવચનું પઠણ કરે, ૐ શ્રી રામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ નો જાપ કરે, સુંદરકાંડનું પઠણ કરે અથવા હનુમાનજીનું ગુણસંકીર્તન કરે તો એના દુઃખ, દર્દ અને બાધાનું નિવારણ જાનકી માતાના આપેલા વચન પ્રમાણે સ્વયં જાનકીમાતા જ કરે છે .
આપણા લાડકવાયા બાપુ હમેશા કહે છે કે હનુમાનજી આપણા સર્વના માટે પિતાતુલ્ય છે . જેમને ભગવાન શ્રી રામ, જાનકીમૈયા અને લક્ષમણ પોતે પિતા, ગુરુ અને સખા માનતા એવા હનુમાનજીને આપણા કોટી કોટી વંદન અને એક જ પ્રાર્થના કે તમારી જેમ અમને પણ પ્રભુસેવામાં હમેશા ઓતપ્રોત રાખજો અને પ્રભુની નિકટ હમેશા રાખજો .
શ્રી રામ
અંબજ્ઞ

No comments:
Post a Comment